તાપી જિલ્લામાં થોડા દિવસો પૂર્વે થયેલા માવઠાએ ખેતીને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, પરંતુ સતત વરસાદ, તેજ પવન અને કમોસમી ઝાપટાંના કારણે કુલ અંદાજિત 68,744 હેક્ટર જમીનમાં ઊભેલા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનો સર્વે રિપોર્ટ તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલિત અને ઝડપી કાર્યવાહીના ભાગરૂપે કુલ 1,01,765 હેક્ટર વિસ્તારને સર્વે હેઠળ લેવામાં આવ્યો હતો. આ સર્વે માટે કુલ 518 ગામોમાં અધિકારીઓ અને કૃષિ વિભાગની 233 ટીમોએ મેદાનમાં તપાસ હાથ ધરી હતી. ગામોના દીઠ કરાયેલા આ સર્વે દરમિયાન 67,843 ખેડૂતો પાક નુકસાનથી અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ઉકાઈ, વાલોડ અને ડોલવણમાં ડાંગર, મકાઈ, તુવેર, મગફળી, કપાસ અને શાકભાજી જેવા મુખ્ય પાકોમાં મોટાપાયે નુકસાન નોંધાયું છે. સરવેનો નિષ્કર્ષ :
તાપી જિલ્લામાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું. કરાયું હતું. જેમાં 1,01,765 હેક્ટર વિસ્તાર માવઠાથી પ્રભાવિત થયો હતો. આ પ્રભાવિત વિસ્તાર પૈકી 68,744 હેક્ટર વિસ્તારમાં પાકને 33%થી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાક બગડ્યો:
ખેતરોમાં પાણી ભરાતાં છોડ પીળા પડ્યા માવઠાના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે છોડ પીળા પડી ગયા. કપાસ અને તુવેર જેવા મહત્ત્વના પાકો જમીનદોસ્ત થઈ ગયા અથવા સડી ગયા. ખાસ કરીને મકાઈના પાકમાં ફૂગનો પ્રકોપ વધી ગયો અને ફૂલણ ગુમાવવાનું પ્રમાણ પણ વધ્યું જેના કારણે ઉત્પાદનને ફટકો. રાહત પેકેજ :
જિલ્લાકક્ષાએ તૈયાર કરાયેલા અંદાજ મુજબ,પાક નુકસાન બદલ સરકારને કુલ રૂ. 11,346.33 લાખ(અંદાજે 113.46 કરોડ) જેટલી સહાયની ભલામણમોકલવામાં આવી છે. વહીવટીતંત્રની માહિતી મુજબ,સરકારની મંજૂરી મળતાની સાથે જ સહાય પાક વીમાનામાપદંડો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં જમા કરાશે.
ભાસ્કર એનાલિસીસ:68 હજાર હેક્ટરમાં 33% નુકસાન 113 કરોડની સહાય માટે ભલામણ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
