વાપી બલીઠા ઓવરબ્રિજ 50 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયા બાદ ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવના વધી રહી છે. દિવ્ય ભાસ્કરની ટીમે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જેમાં સ્થળ પર બંને ફાંટામાં નો એન્ટ્રીમાં વાહન ચાલકો વાહનો ચલાવતાં રાત્રે અને સાંજે ટ્રાફિક જામનો પ્રશ્ર વિકટ ઊભો થતો હોવાનું બહાર આવ્યુ હતું. વાપી હાઇવે તરફથી દમણ તરફ જતાં વાહન જતાં વાહનો અને દમણથી હાઇવે તરફ આવતાં વાહન ચાલકો વન-વે તરીકે માર્ગનો ઉપયોગ કરી રહ્યાં નથી. દમણથી આવતાં વાહનો નો એન્ટ્રીમાં વાપી જકાતનાકા તરફ જતાં ટ્રાફિક જામની સાથે અકસ્માતનો ભય પણ સતત રહે છે. વાપી હાઇવે સ્થિત બલીઠા હાઇવે પર નવા બનેલા બ્રિજ પર અમદાવાદ વિંગ અને મુંબઇ વિંગ પર વાહનો ચાલી રહ્યાં નથી.નવા શરૂ કરવામાં આવેલા મુંબઇ તરફના વિંગમાં દમણ તરફથી આવતાં વાહનો વાપી જકાતનાકા તરફ અથવા સર્વિસ રોડથી સીધા વાપી તરફ જઇ રહ્યાં છે. સલવાવ બ્રિજની નીચેથી જવા જોઇએ.નવા બ્રિજ પર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરી નો એન્ટ્રીમાં વાહનો ચલાવી રહ્યાં છે. જેના કારણે વાપી હાઇવે પર સવારે અને સાંજે ટ્રાફિક જામ થઇ રહ્યો છે.આ સાથે નો એન્ટ્રીમાં મોટા વાહનો ચાલવાથી અકસ્માત થવાની પણ પૂરેપુરી સંભાવના છે. સોમવારે દિવ્ય ભાસ્કરની ટીમે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે નિરીક્ષણ કર્યુ હતું. જેમાં પણ વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન ન કરતાં આ સ્થિતિ ઉદભવી રહી હોવાનું બહાર આવ્યુ હતું. જિલ્લા ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન પોલીસે ટ્રાફિક નિયમન માટે કવાયત ચાલુ કરી દીધી છે. નવા બ્રિજનો વન વે તરીકે ઉપયોગ થાય તે દિશામાં પોલીસે આયોજન હાથ ધર્યુ છે.થોડા દિવસોમાં પોલીસ કડક વલણ અપનાવશે એવું જાણવા મળી રહ્યું છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામનો પ્રશ્ર હળવો થશે. સાથે-સાથે અકસ્માતની સંભાવના પણ ઘટશે. 10 વર્ષ સુધી બ્રિજની રાહ જોયા બાદ પણ વાહન ચાલકો અને પોલીસ વિભાગ માટે આ બ્રિજ માથાનો દુખાવો બન્યો છે. દિવસે તો TRB જવાન વાહનોને ડાયવટ કરે છે પરંતુ રાત્રે સ્થિતિ બગડશે. બ્રિજમાં વાહનોનું મોનિટરિંગ થશે
બલીઠા બ્રિજ પ્રજાની સુવિધા માટે બનાવામાં આવ્યો છે. જેની સાથે ટ્રાફિક નિયંત્રણ થાય તે ખુબ જરૂરી છે.દમણના વાહનો અને વાપી હાઇવે તરફથી દમણ તરફ જતાં વાહનોનો વન વે તરીકે જ ઉપયોગ થાય તેવું મોનિટરિંગ પોલીસની ટીમ દ્વારા કરાયું છે. બંને ફાંટા પર નક્કી કરેલા રૂટનો વાહન ચાલકોએ ઉપયોગ કરવો જોઇએ. ચાલકો ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો દંડાત્મક કાર્યવાહી થશે. દમણથી આવતાં વાહનો સલવાવ બ્રિજ સુધી જાય તે ખુબ જરૂરી છે.આ વાહનો નો એન્ટ્રીમાં વાપી જકાતનાકા તરફ ન જાય તેવું આયોજન કરાશે.> આર.એન. હાથલીયા, PI , જિલ્લા ટ્રાફિક શાખા બ્રિજ પર મોટા સાઇન બોર્ડ જરૂરી
બલીઠા બ્રિજથી હજારો વાહન ચાલકોને નવી સુવિધા મળી છે,પરંતુ બ્રિજ પરનો એન્ટ્રી,વળાંક, અમદાવાદ તરફ,મુંબઇ તરફ સહિતના સાઇન બોર્ડ મોટાલગાવામાં આવ્યા નથી.જે બોર્ડ લાગ્યાં છે તે પ્રમાણમાં નાના છે.વાપી ટાઉનપોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમન માટે બ્રિજની ઉપર એક પોઇન્ટ ઊભોકરવામાં આવ્યો છે. જે સારી બાબત છે. સાથે-સાથે નો એન્ટ્રી વાળા રૂટ પરજતાં વાહનોને કડક રીતે અટકાવામાં આવે તે ખુબ જરૂરી છે. જેથી હાઇવે પરટ્રાફિક જામનો પ્રશ્ર ઉદભવે નહિ અને અકસ્માતની પણ સંભાવના રહે નહિ.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વાપીમાં બલીઠા બ્રિજના બંને છેડે નો-એન્ટ્રીમાં પ્રવેશતા વાહનથી અકસ્માતોની સંભાવના વધી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
