જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 જયશ્રી સિનેમાથી સેજના ઓટા સુધીમાં ભૂગર્ભ ગટરના કામોના કારણે નવા બનાવેલા રસ્તાઓ પણ તોડી નાખવામાં આવતા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ છે. હાલમાં વિસ્તારના તમામ મુખ્ય અને આંતરિક રોડ-રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. ખાસ કરીને, મંગનાથ વિસ્તારમાં લેડીઝ ટોયલેટ (મહિલા શૌચાલય) ની વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ માગણીને ગણકારવામાં આવી નથી. વળી, મંગનાથ રોડ પર કાયમી ધોરણે ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. વોર્ડ નં. 10 માં મંગનાથ, વણઝારી, અને પંચહાટડી જેવી મોટી બજારો આવેલી છે, પરંતુ ત્યાં ગ્રાહકો કે વેપારીઓ માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા હજુ સુધી ઊભી કરાઈ નથી. કોર્પોરેટરોને લાઇટ (સ્ટ્રીટ લાઇટ) ના પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામ થતું નથી, જેના કારણે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટરો જ કોન્ટ્રાક્ટર બની બેઠા છે અને ગટર, રોડ-રસ્તા સહિતના કામો પૂર્ણ થતા નથી. તૂટેલા રોડ-રસ્તાઓ
વોર્ડ નં10માં ભૂગર્ભ ગટરના કામો માટે નવા રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે સેજના ઓટાથી જયશ્રી સિનેમા સુધીના વિસ્તારના તમામ રોડ-રસ્તાઓ ખરાબ હાલતમાં છે. > મિહિરભાઈ મહેતા, સ્થાનિક ગોકળગતિએ થતું કામકાજ
હાલ ઠેર-ઠેર ખુલ્લી ગટરો હોવાથી બાળકોને સ્કૂલએ તેડવા મૂકવા આવતા વાહનો પણ આવી શકતા નથી તથા મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ રહી નથી. > જય વિઠલાણી, સ્થાનિક લેડીઝ ટોયલેટ અને ગટર સમસ્યા
મંગનાથ વિસ્તારમાં વેપારીઓની લેડીઝ ટોયલેટની માગણી તંત્ર દ્વારા અવગણવામાં આવી છે, જ્યારે મંગનાથ રોડ પર ગટર ઉભરાવાની કાયમી સમસ્યા છે. > બ્રિજેશભાઈ ભટ્ટ, સ્થનિક
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વોર્ડ નં. 10 માં તૂટેલા રસ્તા, ગટર સમસ્યા અને કોર્પોરેટરો સામે રોષ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
