ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન:1985માં મહી નદી કિનારે 26 ક્વાર્ટર બનાવ્યા, ફક્ત 1 કર્મચારી રહેવા આવ્યો, હવે જંગલમાં ખંડેર સમાન

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વડોદરા કોર્પોરેશને 1985માં મહી નદીના કિનારે પોઇચા ઇન્ટેકવેલ નજીક 26 ક્વાર્ટર બનાવ્યા. ત્યારે ખર્ચ થયો 7.58 લાખ. ઉદ્દેશ્ય એ હતો કે ત્યારે ઇન્ટેકવેલના સ્ટાફને રહેવાની સગવડ મળે. પરંતુ જ્યારે આ ક્વાર્ટર બન્યા શરૂઆતમાં ફક્ત એક જ કર્મચારી રહેવા આવ્યો. તે પણ થોડા દિવસ માટે. ત્યારથી આજ સુધી ક્વાર્ટર ખાલી પડ્યા છે. હવે તો ખંડેર જેવા છે. કોઇને આ જગ્યા યાદ નથી. દિવાલો તૂટી ચુકી છે, છત ખુલ્લી છે. અંદર વૃક્ષો ઉગી ગયા છે. આ કોઈ કુદરતી ઘટના નથી, પણ યોજનાની નિષ્ફળતા અને જાહેર પૈસાનો બગાડ છે. ભૂલ ક્યાં થઈ? સ્થળ પસંદગીથી નિષ્ફળતા
શહેરથી દૂર, નદી કિનારે, ઘટાદાર વૃક્ષો વચ્ચે ક્વાર્ટરને બનાવાયા. કર્મચારીઓએ વિરોધ કરતા કહ્યું હતું, જગ્યા સુમસામ છે, પરિવાર માટે મુશ્કેલ થશે. પાલિકાએ બધું અવગણ્યું. કરોડોની જમીન, નજર કોઇની નથી
પાલિકાએ 1985થી અત્યાર સુધી આ ક્વાર્ટરનું ન તો મેઈન્ટેનન્સની જાળવણી કરી. 40 વર્ષમાં આ વિસ્તાર લોકો માટે વેરાન થઇ ગયો. 7.58 લાખનો 1985નો ખર્ચ આજે કરોડોમાં હોત. બેપરવાહ તંત્ર
1985માં તત્કાલીન મેયર ડો.જતીન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ 40 વર્ષ સુધી કોઈ પ્રશ્ન નહીં પૂછાયો. ન ઓડિટ થયું, ન કોઇ આક્ષેપ કે ન સ્થાયી સમિતિની સમીક્ષા થઈ. હવે અહીં ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાતો
પાલિકા હવે અહીં મોટો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા વિચાર કરી રહી છે. પહેલાં ક્વાર્ટરને હટાવાશે. 40 વર્ષ બાદ પહેલી વાર આ જમીન કોઈ સરકારી ઉપયોગમાં આવશે. મહી કિનારે પોઇચા ઇન્ટેક વેલ ખાતે સ્થાનિક કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. જોકે, ત્યાં કોઇ કર્મચારીઓ રહેતા ના હોવાના કારણે બંધ હાલતમાં છે.’ – સાગર બારોટ, કાર્યપાલક ઇજનેર, વડોદરા મહાનગરપાલિકા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *