મંત્રી કનુભાઇને રાવ‎:નવસારી મનપાને ડી-2 કેટેગરી નહીં પણ ડી-4માં જ રાખવું જરૂરી : ક્રેડાઇ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નવસારી મહાનગરપાલિકાની કેટેગરી ડી-2માં મુકવાને લઇ બાંધકામમાં ઉભી થયેલી મુશ્કેલી અંગે હવે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇને ક્રેડાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાને સરકારે ડી-2 કેટેગરીમાં મુકી છે. આ કેટેગરીમાં જે ધારાધોરણ છે તેને લઇ નવસારી શહેરમાં બાંધકામમાં મળતી કપાત સહિત કેટલીક બાબતોમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. આ મુશ્કેલીની વિપરીત અસર નવસારી શહેરના વિકાસ ઉપર પડી રહ્યાંનું બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યાં છે. આ બાબતે છેલ્લા 5-6 મહિનાથી ક્રેડાઇ રાજ્ય કક્ષાએ રજૂઆતનો દોર ચલાવી રહી છે. જે અંતર્ગત હવે ગુજરાત ક્રેડાઈની ટીમ D2 અને D4 કેટેગરીના કન્વિનર અને ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ ભરતભાઇ સુખડિયા દ્વારા ગુજરાત શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી કનુભાઈ દેસાઇ જોડે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા બાદ કનુભાઈ દેસાઇ દ્વારા હકારાત્મક અભિગમ રાખી અઠવાડિયમાં માગને અનુરૂપ નોટિફિકેશન બહાર પાડી પૂર્ણ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી હોવાનું ક્રેડાઇના સૂત્રોએ જણાવ્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *