મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

📅 Published: December 25, 2025 | 📂 Category: Uncategorized


Madhya Pradesh News : એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની 28 વર્ષીય મહિલાએ તાજેતરમાં એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જો કે પ્રસવના તુરંત બાદ ચારેય નવજાતના મોત થતા સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતી આ અતિશય અસામાન્ય બાબતનો  દુઃખદ અંત આવ્યો હતો. આ કેસ જોડિયા બાળકોના જન્મ સાથે સંકળાયેલી પ્રસવ સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને મર્યાદિત સ્રોત અને સંસાધનો હોય તેવા વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જુન્નરદેવના રોરાઢેકનીમલ ગામની ગુન્નોબાઈ નામની 28 વર્ષીય મહિલાએ સમય પહેલા એક સ્થાનિક આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અકાળે જન્મમાંથી ઉદ્ભવતી ગૂંચવણોને કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *