
MNREGA Scheme Name Changed : કેન્દ્ર સરકારે ગ્રામીણ ક્ષેત્રની સૌથી મોટી ફ્લેગશિપ યોજના ‘મનરેગા’ના નામ અને તેના કામકાજના દિવસોમાં ઐતિહાસિક ફેરફારને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી’ તરીકે ઓળખાશે. સરકાર યોજનાને નવી ઓળખ આપવા સાથે શ્રમિકોને મળતાં લાભોમાં પણ મોટો વધારો કરી રહી છે.
રોજગારીના દિવસો પણ વધશે, બજેટની પણ જોગવાઈ
આ નિર્ણય હેઠળ, યોજનામાં સૌથી મોટો ફેરફાર એ છે કે શ્રમિકોને એક વર્ષમાં મળતા રોજગારના દિવસોની સંખ્યા 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવશે.
