
West Bengal Karma Shree renamed as Mahatma Shree : કેન્દ્ર સરકાર દ્વારા ‘મનરેગા’ યોજનાનું નામ બદલીને ‘જી રામ જી’ કરવાના નિર્ણય સામે વિપક્ષી દળોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા પોતાની રાજ્ય સરકારની જોબ ગેરંટી યોજના ‘કર્મશ્રી’નું નામ બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું છે.
સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં : મમતા
મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘મહાત્મા ગાંધીના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને જો કોઈ તેમનું સન્માન કરવાનું ન જાણતું હોય તો બંગાળ બતાવશે કે સાચું સન્માન કોને કહેવાય.’
