મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


Waqf Act 2025: કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ 2025નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને 6 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યની લગભગ 82,000 વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ જાહેરમાં વિરોધ કર્યો હતો

અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ ‘યુ-ટર્ન’ રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *