
Bihar Politics: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રકાસ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ભંગાણના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પર એક અત્યંત આકરી પોસ્ટ કરી છે, જેને તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ પરનો સીધો પ્રહાર માનવામાં આવે છે.
લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યના પ્રહાર
અહેવાલો અનુસાર, રોહિણીએ પોતાની પોસ્ટમાં પરિવાર અને રાજકીય વારસાના વિનાશ અંગે ગંભીર વાતો લખી છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘મહાન વારસાને ભૂંસી કાઢવા માટે બહારના લોકોની જરૂર નથી, પરંતુ પોતાના લોકો જ પૂરતા છે.
