
Maharashtra Politics: મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર એવા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (શરદ પવા જૂથ)એ સાથે મળીને લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધને પક્ષમાં ભડકો કર્યો છે અને શરદ પવાર જૂથના કદાવર નેતા પ્રશાંત જગતાપે પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
પવાર પરિવારમાં ફરી એકતા, પણ કાર્યકરોમાં નારાજગી
અહેવાલો અનુસાર, શુક્રવારે (26મી ડિસેમ્બર) અજિત પવાર અને શરદ પવાર બંને જૂથના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મહત્ત્વની ચર્ચા થઈ હતી.
