
Three Political Alliances Emerge in Maharashtra Before Municipal Elections : મહારાષ્ટ્રમાં 29 નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે. સત્તા મેળવવા માટે બિછાવાઈ રહેલી ચોપાટ જટિલ બની રહી છે, કેમ કે રાજ્યમાં હવે બે નહીં, પણ ત્રણ અલગ ગઠબંધનો ઊભરી રહ્યા છે. ચાલો જાણીએ કે, નવા રાજકીય સમીકરણ માંડી રહેલા રાજકીય પક્ષોમાં કોણ કોની સાથે છેડો ફાડી રહ્યું છે અને કોણ કોની સાથે બુચ્ચા કરી રહ્યું છે.
મુંબઈ અને પૂણેમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળી રહ્યો છે
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (BMC) અને મહત્ત્વપૂર્ણ શહેર પૂણે(PMC)ની નગરપાલિકા ચૂંટણીઓમાં પક્ષોના જોડાણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
