
Maharashtra News: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. થાણેની મુરબાદ તહેસીલમાં આવેલી એક સરકારી ‘આશ્રમ’ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હોસ્ટેલના રૂમમાં મળી લાશ
પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે મોરોશી ગામમાં આવેલી સરકારી આશ્રમ શાળાની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થિનીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. સવારે જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓએ તેને જોઈ ત્યારે ઘટનાની જાણ શાળા તંત્રને કરવામાં આવી હતી.
