
Raid on Shiv Sena Leader: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જોવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી(LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા છે.
પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુના કાર્યાલય પર દરોડા
શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર સાંગોલા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે મોટી હલચલ મચી ગઈ હતી.
