મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Inam lands: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.

આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *