
Rajkot News: શહેરના સોરોઠીયાવાડી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અમિત અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાત પૂર્વે અમિતભાઈએ એક ભાવુક વીડિયો બનાવ્યો હતો અને બે પાનાની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ (બોરીચા) દ્વારા કરવામાં આવતા ત્રાસનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.
2018માં રિક્ષા ખરીદવા લીધી હતી આર્થિક મદદ
મળતી વિગતો અનુસાર અનુસાર, વર્ષ 2018માં રિક્ષા ખરીદવા માટે તેમણે જયદીપ બોરીચા પાસેથી આર્થિક મદદ લીધી હતી. આ રકમ પેટે અમિતભાઈએ દોઢ લાખ રૂપિયાની કિંમતની રિક્ષા પણ તેને સોંપી દીધી હતી.
