
Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આમેય પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે માથાના દુખાવા સમાન છે ત્યારે વીજ નિગમના સપ્લાય માટે બાપોદ ટાંકીનું માર્ટ મીટરના પ્રીપેઇડ કનેક્શનનું રૂ.6500નું નજીવું વીજબિલ નહિં ભરાતા વૈકુંઠ રેસીડેન્સીના 1600 પરિવારોને સવારે 8 વાગે આવતા પાણીથી વંચિત રહેવું પડ્યું છે. જ્યારે બીજી બાજુ Scadaનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડની સુવિધા હોવા છતાં પણ પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું છે પરંતુ તેમાં પાણી વિતરણને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે Scada ના જણાવ્યા મુજબ વાલ્વ ખોલી નાખવામાં આવતા સ્થાનિક લોકોને તાત્કાલિક પાણી મળશે. પરંતુ સવારે 11 વાગ્યા સુધી હજી પાણી મળ્યું નથી. આમ કોણ સાચું કોણ ખોટું એ બાબતે બંને પક્ષે વિચારવું રહ્યું.
