
મિત્રની પત્ની સાથેના પ્રેમસંબંધને લઈને રચાયેલા કાવતરા હેઠળ મિત્રની હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૧માં બનેલા આ હત્યાકાંડમાં મૃતક અતુલ રમેશ પાટણવાડીયાની હત્યા બાદનાં તમામ પુરાવાઓના આધારે કોર્ટે હુકમ કર્યો છે.
અતુલ પાટણવાડીયા કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ તે ગુમ થયો હતો. બાદમાં તેની લાશ સેવાસી ગામની સીમ વિસ્તારમાં મળી આવી હતી. તેની પાસે રહેલ સોનાના દાગીના, મોબાઇલ ફોન સહિત રૂ.
