રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ એરેસ્ટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સાયબર ગઠિયા દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં અટક કરવાની બીક બતાવી ફરીયાદીને એક સપ્તાહ સુધી અલગ અલગ સમયે ડીઝીટલ એરેસ્ટ છે તેમ કહી સુપ્રીમ કોર્ટ તથા RBI લખેલા ખોટા દસ્તાવેજો મોકલાવી નિવૃત શિક્ષક પાસેથી કુલ રૂ.1.14 કરોડ પડાવી લીધા હતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ખુલાસો આપવો પડશે ફરિયાદી કુરબાન વલીજી બદામી (ઉ.વ.76)એ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ હુ મારા ઘરે હતો ત્યારે અજાણ્યા મોબાઈલ નંબરમાંથી બપોરે 1 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો અને જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ કહી તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ, તથા સાયબર આંતકવાદમાં થયો છે જેથી તેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું. આ પછી તેઓએ મને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાશો કરવા જવા જણાવ્યું હતુ. જેથી મે તેને હું સીનીયર સીટીઝન હોવાથી મુંબઈ જઈ શકાય તેમ નથી કહેતા પોતે મુંબઈ ક્રાઈમ સાથે સંપર્ક કરાવી આપીશ કહી ફોનમાં ખુલાસો આપજો કહ્યું હતું. તમારા આધારકાર્ડથી અન્ય રાજ્યોમાં એકાઉન્ટ ખુલેલા છે ત્યારબાદ વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો જેમાં પોલીસની વર્દી પેરેલ કોઈ વ્યક્તી હતી જેણે તેમની ઓળખાણ PSI શંકર સુરેશ પાટીલ તરીકે આપી હતી. તેમણે આખુ નામ પૂછયું હતુ અને મારા પરીવારની તમામ ડીટેલ્સ પૂછી હતી જે મેં તેમને જણાવી હતી. ત્યારબાદ મારા આધાર કાર્ડ નંબર માંગતા મેં આપ્યા હતા જે પછી તેમણે મને આધારકાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં ખાતા ખુલેલા છે અને મની લોંડરીંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં સાયબર આંતકવાદમાં આધાર કાર્ડ વપરાયેલ છે જેમાં 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થઈ શકે છે કહી ધમકી આપી હતી. સાત દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા જેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું કહેતા તેઓએ મને જણાવ્યું કે અત્યારે તમને ફીઝીકલ એરેસ્ટ કરતા નથી પરંતુ તમને ડીઝીટલ એરેસ્ટ કરવામાં આવે છે અને જો અમે જણાવીયે તેમ તમે કરશો તો તમને આ સાયબર આંતકવાદના કેસમાં રાહત આપીશુ. આ પછી વારંવાર તેમના વિડીયોકોલ આવતા હતા અને જણાવ્યું કે તમારી સંપિત શંકાના દાયરામાં છે જેથી તમારે તમારી તમામ પ્રોપર્ટીને લીક્વીટાઈઝ કરી RBIમાં રોકડા રૂપીયા જમા કરાવવા પડશે જે રૂપીયા આ કેસ પૂર્ણ થયા પછી તમને વ્યાજ સાથે મળી જશે. આ પછી વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા લખેલ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ડેપ્યુટી ગવર્નર ટી.રબીશંકરની સહિ તથા RBIનો સીકો મારેલ દસ્તાવેજ મોકલ્યો હતો જેમાં જે ખાતામાં રૂપીયા જમા કરાવવા હતા તેની વિગતો જણાવી હતી જેથી હું ખુબ ગભરાઈ ગયો હતો અને મારા SBIના પેન્શન ખાતામાંથી તથા મારા પત્નીના ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શનથી રૂપિયા 1.14 કરોડ જમા કરાવ્યા હતા. 10 લાખ આપો નહિ તો તમારી દીકરીઓને ડિપોર્ટ કરાશે ત્યાર બાદ વધુ 10 લાખ નહિં ભરો તો તમને ફીઝીકલ એરેસ્ટ કરવામાં આવશે અને તમારી બંન્ને દીકરીઓને વિદેશથી ડીપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે પરંતુ અમારી પાસે વધુ રૂપિયા ન હોવાથી મારી નાની દીકરી પાસે રૂપીયા માંગ્યા હતા જેથી મારી નાની દીકરીએ જણાવ્યું કે આ એક ફ્રોડ છે જેથી 1930 સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી ફરીયાદ નોંધાવી હતી જે બાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી:નિવૃત શિક્ષકને સાત દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, વધુ 10 લાખ નહિ આપો તો દીકરીઓને વિદેશથી ભારતમાં પરત ડિપોર્ટ કરવા ધમકી આપી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
