દર વર્ષે સમગ્ર વિશ્વમાં તા.19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના મેઉ ખાતે રાજ્યકક્ષાના વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. PM દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો શુભારંભ કરવામાં આવ્યો
આ પ્રસંગે સંબોધન કરતા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગામડાઓ દેશની કરોડરજ્જુ સમાન છે, જો ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો દેશ પણ સ્વચ્છ અને સમૃદ્ધ બનશે. ગાંધીજી સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે હંમેશા આગ્રહ રાખતા હતા. આથી, સ્વચ્છતાને અગ્રતાક્રમ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો શુભારંભ કરવામાં આવ્યો અને આ મિશન હેઠળ ગાંધીજીની જન્મ જયંતી એટલે કે 2 ઓક્ટોબર, 2019ના રોજ આપણા દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવામાં આવ્યો છે. 17 હજાર જેટલા ગામડાઓમાં નિયમિત ધોરણે ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં 8,168 સામૂહિક શૌચાલયના બાંધકામ કરાયા છે. આ ઉપરાંત પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામમાં 5.55 લાખ વ્યક્તિગત સોકપીટ અને 1.43 લાખ સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીને ભાગરૂપે 17 હજાર જેટલા ગામડાઓમાં નિયમિત ધોરણે ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરાય છે. રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા છે. ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધ
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી “અમારું શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન હેઠળ શૌચાલયના ઉપયોગના સંદેશ અને સ્વચ્છતા અને સન્માનના મૂલ્યોને સમર્થન આપવામાં આવશે ત્યારે મંત્રીએ આ અભિયાનમાં સૌને સહભાગી થઈ ગુજરાતને માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ, ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધ કર્યો હતો. ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા
આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્રો અને સફાઈ કામદારોને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સામુહિક શૌચાલયના મરામત અને નિભાવણી માટે ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.
મેઉ ગામ ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી:મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું- રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
