
Maxico Train Accident : મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી. લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી એક ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 98 અન્ય લોકો ઘાયલ થયા છે.
