મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


Uttarardh Mahotsav 2026: વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17મી અને 18મી જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6:30 વાગ્યાથી થાય છે અને મોડી રાત સુધી ચાલે છે.

શાસ્ત્રીય નૃત્યોની જામશે મહેફિલ

સૂર્યમંદિરના અદભૂત સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં દેશના નામાંકિત કલાકારો પોતાની નૃત્યકલાના કામણ પાથરશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *