
– યુકેમાં પર્યાવરણના કડક કાયદાનો ભંગ ભારે પડયો
– રોય માર્શ નામના વૃદ્ધના મોઢામાં પાંદડું ગયુ અને અસ્થમા હોવાથી તેમણે તરત તે થૂંકી કાઢ્યું
UK London News : યુકેના લિંકનશેરમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધને થૂંકવાનું મોંઘુ પડી ગયું છે. તેમને ફક્ત મોઢામાં વોક દરમિયાન જતાં રહેલા પાંદડાના કારણે થૂંકવા બદલ 250 પાઉન્ડ એટલે કે ૨૬ હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે રોય નામના વૃદ્ધ બગીચામાં ચાલવા જવાને લઈને વિચારતા થઈ ગયા છે.
