
Russia Threatens Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પ્રતિબંધિત ઓઈલ ટેન્કરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ કર્યો છે, જેને તેમણે ‘ટોટલ એન્ડ કમ્પલેટ બ્લોકેડ’ કહ્યું છે. જેને ઓઈલની નિકાસ કરતાં નિકોલસ માદુરો સરકાર પર દબાણ વધારવાનું પગલું માનવામાં આવે છે. અમેરિકાએ પહેલાથી જ એક ટેન્કર જપ્ત કરી લીધું છે અને કેરેબિયન સમુદ્રમાં મોટી નૌકાદળ તૈનાત કરી દીધી છે, જેના કારણે રશિયાએ ટ્રમ્પને ધમકી આપી છે કે, ‘ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો…’
