
– આ વિશેષ દૂતો તેઓના અહેવાલ રજૂ કરે તે પછી હું થોડા સમયમાં જ પ્રમુખ પુતીન અને પ્રમુખ ઝેલેન્સ્કીને મળવાનો છું : ટ્રમ્પ
વૉશિંગ્ટન : યુક્રેન-યુદ્ધ પુરું થવાની આશા બંધાઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પ કહે છે કે તેઓએ રજૂ કરેલી યોજનાને આખરી સ્વરૂપ અપાઈ ગયું છે. યુદ્ધ પુરું કરવા માટે ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. પ્રમુખ ટ્રમ્પ, પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કીને મળવા માટે તેઓના વિશેષ દૂતો પૈકી એકને મોસ્કો અને બીજાને કીવ મોકલાયા છે.
