![]() |
| (IMAGE – IANS) |
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. યુક્રેનમાં થયેલા યુદ્ધ ગુનાઓના આરોપસર માર્ચ, 2023માં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત(ICC- ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવા આવેલું છે, તેમ છતાં ભારતની મુલાકાત દરમિયાન પુતિનની ધરપકડ નહીં થઈ શકે.

