
Thailand Cambodia War: એશિયામાં બે દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ પર બુલડોઝર ફેરવી દેવાતા ભારતે ઘટનાની આકરાશબ્દોમાં નિંદા કરી છે. ઘણા દિવસથી દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. આઠ ડિસેમ્બરથી શરૂ થયેલા યુધ્ધમાં લગભગ 40 લોકોના મોત થયા છે અને 800,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે કંબોડિયાએ હવે થાઈલેન્ડ પર વિવાદિત સીમા વિસ્તારમાં હિન્દુ મૂર્તિ તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
