યુરોપની વાત છોડો, રશિયા યુક્રેન ઉપર પણ કબ્જો જમાવી શકે તેમ નથી : તુલસી ગર્બ્બાડ

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized


– પશ્ચિમના મીડિયામાં આવેલા રીપોર્ટસ : પુતિન યુક્રેન કબ્જે કરી યુરોપ જીતી લેવા માગે છે તેવા રીપોર્ટસને ગર્બ્બાડે યુદ્ધોત્માદક જણાવ્યા

વોશિંગ્ટન : અમેરિકાનાં ડીરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગર્બ્બાડે સ્પષ્ટત: કહ્યું હતું કે, રશિયા, યુક્રેન કબ્જે કરી યુરોપ કબ્જે કરવા માગે છે તેવા પશ્ચિમના મીડીયામાં આવેલા અહેવાલો તદ્દન વાહીયાત છે, તે વાતો માત્ર યુદ્ધોત્માદક વર્ગે જ વહેતી મુકેલી છે. જાસૂસી અહેવાલો તો સ્પષ્ટત: જણાવે છે કે, યુરોપની વાત છોડો રશિયા યુક્રેન ઉપર પણ સંપૂર્ણ કબ્જો જમાવી શકે તેમ નથી. આવી વાતો માત્ર અને માત્ર યુદ્ધોત્માદક જૂથો દ્વારા વહેતી મુકવામાં આવી છે. આથી ભયની ઘંટડીઓ વગાડી તેઓ પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાતા શાંતિ પ્રયાસોને ખોરવી દેવા માગે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *