
Avimukteshwaranand Magh Controversy : ઉત્તર પ્રદેશમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના માઘ મેળામાં પ્રવેશને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજ્યના રાજકારણમાં પહોંચી ગયો છે. પ્રયાગરાજમાં માઘ મેળામાં મૌની અમાસના દિવસે અવિમુક્તેશ્વરાનંદ અને મેળાના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. એટલું જ વિવાદ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાક્ષણ ‘કાલનેમી’નો ઉલ્લેખ કરીને નિવેદન આપ્યું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શંકરાચાર્યને પૂજ્ય સંત કહીને ચરણ સ્પર્શ કરવાની વાત કહી છે. હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આ વિરોધાભાષી નિવેદન સામે આવ્યા બાદ ભાજપના આંતરિક ડખો ઉભો થયો હોવાની નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
