
AI Tech to Track Stray Cows in Ahmedabad: અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોને રોકવા માટે સરકાર હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લેવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત ‘AI સેન્ટર ઓફ એક્સલન્સ’ દ્વારા એક એવું અત્યાધુનિક ડીપ લર્નિંગ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે સીસીટીવી ફૂટેજની મદદથી ભીડમાં પણ ગાયની ઓળખ કરી તેના માલિકનું નામ જાહેર કરી દેશે.
ગાયના ‘નોઝ પ્રિન્ટ’ બનશે ઓળખનું હથિયાર
આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી એજન્સીએ અત્યંત રસપ્રદ ટેકનોલોજી સૂચવી છે. જે રીતે મનુષ્યોમાં ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેમ દરેક ગાયના નાકની ડિઝાઇન (Nose Print) પણ અલગ હોય છે.
