અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં નશો કરવાના વિકલ્પના ભાગરૂપે દારૂના બદલે કફ શીરપનો નશો કરતા લોકોની સંખ્યા વઘી રહી છે. જેના કારણે મેડીકલ સ્ટોરમાં દવાની આડમાં તબીબી પ્રિસ્ક્રીપશન વિના કફશીરપનું આડેધડ વેચાણ કરતા તત્વો પણ મોટા પ્રમાણમાં સક્રિય થયા છે. જેમાં રખિયાલ પોલીસ સ્ટેશનથી માત્ર થોડા અંતરે આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશા માટે બેરોકટોક રીતે વેચાણ કરવામાં આવતા કફસીરપ અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરદારજી નામના મેડીકલ સ્ટોરના સંચાલક પાસેં કફસીરપ ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે ખાસ કોડવર્ડ છે.
જેમાં ગ્રાહક એક વસ્તુ આપો એમ બોલે તો સરદારજી સમજી જાય છે કે આ ગ્રાહક દવા લેવા માટે નહી પણ કફસીરપ લેવા માટે આવ્યો છે.
