અમદાવાદ, રવિવાર
બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ચંડોળા પાસે બીઆરટીએસની ટક્કરથી પગપાળા જઇ રહેલા વૃદ્ધાનું મોત થયું હતું. હોમગાર્ડ જવાનના માતા સંબંધીના ત્યાં જતા હતા ત્યારે અકસ્માત થતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ગંભીર અકસ્માતમાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન હોમગાર્ડ જવાનની માતાનું કરુણ મોત
નારોલમાં શાહવાડી ગામમાં રહેતા અને હોમગાર્ડમાં નાકરી કરતા યુવકે ટ્રફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા બીઆરટીએસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેમના વૃદ્ધ માતા પુત્રવધુ સાથે દાણીલીમડા સંબંધીના ઘરે જતા હતા.
