
મોસ્કો,૪ ડિસેમ્બર,૨૦૨૫,ગુરુવાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૪ વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યા છે. બે દિવસના સત્તાવાર પ્રવાસ અને ઉષ્માભર્યા સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પુતિન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ડિનરપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એક રિપોર્ટ અનુસાર પુતિન વિદેશ જાય છે ત્યારે પોતાની સાથે ફૂડ કોન્વોય લઇને જાય છે. આથી ભારત જ નહી જયાં પણ જાય ત્યાં કોઇ પણ દેશના શેફના હાથે રાંધેલું ખાતા નથી. આથી રશિયન ટ્વોરોગ, રશિયન આઇસક્રિમ, રશિયન મધ અને રશિયન બોટલબંધ પાણીથી ભરેલું એક અલગ કંપાર્ટમેન્ટ હોય છે.
