ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાને ભારત સામે પાછી પાની કરવી પડી હતી. જે પછી સીઝફાયરની જાહેરાત થતા જ યુદ્ધ વિરામ થઈ ગયો હતો. જોકે બાદમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનીમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મહોમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એન પ્રોપર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી રાજકોટ આવી છે. જે અલગ અલગ જગ્યાએ સર્વે કરી તેનો રિપોર્ટ મુંબઈ વડી કચેરીમાં આપશે અને બાદમાં આવી પ્રોપર્ટી પર રહેલું દબાણ દૂર કરી તેની હરાજી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં જેતપુર શહેર અને પંથકમાં જ 45 મીલકતો આવેલી છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ,ધોરાજી પંથકમાં 20 મીલકતો આવેલી છે. આ જગ્યાઓ ઉપર હાલ કોઈ દબાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે બાદમા વર્ષોથી સરકાર હસ્તગત રહેલી આ દુશ્મની મિલકતો હરાજી કરવામા આવશે. રાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્મની મીલકતો આવેલી છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વિડીયો કોન્ફરન્સ પણ યોજાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 70 મિલકતોની વિગતો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુંબઇ ખાતે રહેલ કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રને મોકલી આપવામાં આવી છે. જેમાં આ મિલકતોનુ વેલ્યુએશન કાઢવામાં આવેલું છે અને કેટલી જગ્યા છે તેની વિગતો પણ મોકલવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1947 માં ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા. આ સમયે મહોમ્મદ અલી ઝીણા સહિતના ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે તેઓની મિલકતો ભારતમાં અલગ અલગ જગ્યાએ સ્થિત છે. જે હાલ પડતર હાલતમાં છે. જ્યાં અમુક જગ્યાએ દબાણ થઈ ગયાનુ પણ સામે આવ્યું છે દરમિયાન રાજકોટ જિલ્લામાં આ પ્રકારની 70 જેટલી દુશ્મની મિલકતો આવેલી છે. જે મિલકતો હાલ સરકાર હસ્તગત જ છે પરંતુ આ મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો તે દૂર કરવામાં આવશે અને ત્યારબાદ આ જમીનનું વેલ્યુએશન કાઢી તેની હરાજી કરવામાં આવશે.રાજકોટ જીલ્લામાં આવેલી આવી 70 જેટલી એનીમી પ્રોપર્ટીઓ કે જેનું હાલ કોઈ વારસદાર નથી. આવી પ્રોપટીઓનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી અહીં આવી પહોંચી છે. સર્વેની કામગીરી બાદ આ અધિકારી પોતાની સાથે રીપોર્ટ લઈ જઈ મુંબઈ વડી કચેરીને સોંપશે. જે પછી આ પ્રોપર્ટીની હરાજીનો નિર્ણય લેવામાં આવશે.
રાજકોટમાં પાકિસ્તાનની 70 એનિમી પ્રોપર્ટી:મુંબઈથી સર્વેયરની ટીમ આવી, ભારતના ભાગલા સમયની દુશ્મની મિલકતો શોધી વહીવટી તંત્ર હરાજી કરશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
