રાજકોટમાં 18 કલાકમાં આગના 3 બનાવ:મેંગણી રોડ પર પ્લાસ્ટિકની ડીશ બનાવતી શ્રી રાજ ફેકટરીમાં લાગી ભીષણ આગ, રાજકોટ-મેટોડા અને શાપરના ફાયર ફાઈટરની મદદથી કાબુ મેળવા પ્રયાસ ચાલુ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટમાં આગ લગાવાના ત્રણ બનાવ સામે આવ્યા છે જેમાં ગઈકાલે મોડી રાત્રે માંડા ડુંગર નજીક ખાણમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી હતી જેના પર પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર લીકેજમાં કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું જેના પર પણ પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો અને સાંજના 5 વાગ્યા આસપાસ રાજકોટ કાલાવડ રોડ પર મેંગણી સાંગણવા રોડ પર આવેલ ફેકટરીમાં વિકરાળ આગ લાગી હતી જે બનાવ અંગે જાણ થતા તાત્કાલિક મેટોડા ફાયર સ્ટેશન ઉપરાંત રાજકોટ અને શાપરથી ફાયર ફાઈટરની મદદ મેળવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આગ એટલી વિકરાળ હતી કે જેના ધુમાળાના ગોટે ગોટા 3 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા અને ફેક્ટરીની દીવાલ તોડી તત્કાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જો કે સદનસીબે કોઈ પણ ઘટનામાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી અને ફેકટરીમાં લાગેલ આગ પર કાબુ મેળવતા લગભગ હજુ દોઢ બે કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે.. રાજકોટ કાલાવડ રોડ પર પાળ નજીક મેંગણી સાંગણવા રોડ પર શ્રી રાજ ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરીમાં પ્લાસ્ટિકની ડીશ બનાવવામાં આવી રહી છે. આજે સાંજના સમયે ફેકટરીમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સવરૂપ ધારણ કરી લીધું હતું અને બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક મેટોડા ફાયર ટિમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરી બાદમાં રાજકોટ અને શાપર ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને તેને કાબુમાં આવતા લગભગ રાત્રીના 8થી 9 વાગ્યા સુધી સમય લેગ તેવી શક્યતા સેવાઈ રહી છે. કપિ જાનહાની સમાચાર સામે આવ્યા નથી અને આગ ક્યાં કારણોસર લાગી તે પણ જાણી શકાયું નથી આગ કાબુમાં આવ્યા બાદ કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજા બનાવમાં રાજકોટના માંડા ડુંગર નજીક રામાપીર મંદિર સામે ખાણમાં કચરાના ઢગલામાં ભીષણ અગ્નિ ઘટના મોડી રાત્રે બીજી હતી જે બનાવ અંગે જાણ થતા રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન ટિમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી લગભગ એકથી દોઢ કલાક બાદ આગ પર કાબુ મળેવવામાં આવ્યો હતો. જયારે ત્રીજા બનાવમાં કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક પાસે ફરસાણની દુકાનવાળી બંધ શેરીમાં આવેલા શૈલેષભાઈ ભાણજીભાઈ ચાવડીયાના મકાનમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. જેથી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મવડી ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઈટર સાથે ફાયરનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ઘરમાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી જોકે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. ઘરમાં રહેલુ એલપીજી સિલિન્ડર લીક થવાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બન્ને બનાવમાં ફાયર બ્રિગેડ ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *