વડોદરા,રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે જ એટેક આવતા રિક્ષા ચાલક ઢળી પડયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી શરદનગરમાં રહેતા શૈલેષભાઇ મનસુખભાઇ મીઠાપરા ( ઉં.વ.૪૫) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.
