હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા રાજ્ય નાણાં પંચે સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ જિલ્લાની પ્રોફાઈલ અને નગરપાલિકાઓ વિશે માહિતી આપી હતી. અધ્યક્ષ યમલ વ્યાસે જણાવ્યું હતું કે, સંવિધાનની કલમ 243 હેઠળ નાણાપંચની રચના કરવામાં આવી છે. બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં થતા નાણાપંચના ખર્ચ અને આવક અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાઓનું ખર્ચ ઘટાડવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ અપાયું હતું. આવકના સ્ત્રોત વધારી તેમજ ખર્ચ ઘટાડીને નગરપાલિકાઓને કેવી રીતે આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાણાપંચના સભ્યોએ જિલ્લાની છ નગરપાલિકાના ચીફ ઓફિસરો, પ્રમુખો તેમજ સભ્યો સાથે પણ ચર્ચા કરી તેમના અભિપ્રાયો લીધા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, નાણાપંચના સભ્ય સચિવ બી.પી. ચૌહાણ, સભ્ય જે.ડી. પટેલ, સુનિલભાઈ સોલંકી, અભયસિંહ ચૌહાણ, બીપીન જાદવ સહિત જિલ્લાની નગરપાલિકાના તમામ પ્રમુખો અને નગરપાલિકા ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય નાણાં પંચ અધ્યક્ષે સાબરકાંઠાની મુલાકાત લીધી:જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
