
Maharastra Election News : મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ કર્યું છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, આ ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રહ્યું છે, જેનું ખાતું પણ ખુલી શક્યું નથી.
મહાયુતિ ગઠબંધન ચમક્યું
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો મુજબ, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને કુલ 207 નગર અધ્યક્ષ પદો પર ભવ્ય જીત મેળવી છે. આમાં, ભાજપ 117 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 53 અને અજિત પવાર જૂથની NCPને 37 પદ મળ્યા છે.
