બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે અનુસૂચિત સમાજના સગીરની હત્યાના કેસમાં પોલીસે ધારપીપળા ગામના પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ ઘટના ગત 12 નવેમ્બરે બની હતી. પોલીસે આરોપી પારસ ધરજીયાને ઘટનાસ્થળે લઈ જઈને હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ તપાસમાં હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, મૃતક સગીરને આરોપી પારસ ધરજીયાની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. પારસે સગીરના મોબાઈલમાં પ્રેમ સંબંધના મેસેજ જોઈ જતાં, તેણે પોતાના પિતા સાથે મળીને સગીરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ગત 12 નવેમ્બરે જાળીલા ગામે પાણીની ટાંકી પાસેથી સગીરનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકના પિતા મનજીભાઈ સોલંકીએ ધારપીપળા ગામના પારસ ધરજીયા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રાણપુરમાં સગીરની હત્યાનો મામલો:આરોપી પિતા-પુત્ર ઝડપાયા, ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
