ગોધરા શહેરમાં ગેરકાયદેસર ગૌતસ્કરીની ઘટનાઓ સતત વધતી હોય ત્યારે જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં થોડા દિવસ પહેલાં વહેલી સવારે નંબર વિનાની સફેદ ગાડીમાં આવેલા શખ્સોએ ગાયને કારમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનીકોએ બુમાબુમ કરતા ગૌતસ્કરો ગાડીમાં જ ભાગી ગયા. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌતસ્કરી, ગેરકાયદેસર કતલખાનાં અને ગૌરક્ષકો પર હુમલાની ઘટનાઓ વધી રહી હોવાથી નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. જેથી ગોધરા શહેરના યુવાનોએ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં યુવાનોની મુખ્ય માંગણી ગૌમાતાને “નગરમાતા” જાહેર કરવામાં આવે. જેથી ગાયને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે. સાથે ગૌચર જમીનની રક્ષા, ગૌરહેઠાણની સુવિધા મજબૂત કરવી, ગાયો માટે પ્લાસ્ટિક રહિત શુદ્ધ આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જેવી માંગણીઓ કરાઇ તેમજ રજુઆત કરી કે ગેરકાયદેસર ગૌતસ્કરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ વધારવા, બિનકાયદેસર કતલખાનાં પર દરોડા તેજ કરવા અને CCTVના આધારે ઘટનાના આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાત્રિએ પેટ્રોલિંગ વધારી ગૌમાતાને ‘નગરમાતા’ જાહેર કરવા માગ:ગોધરામાં ગૌતસ્કરી કરતી ગેંગને પકડી પાડવા આવેદન અપાયું
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
