
– અયોધ્યાનમાં સાત હજાર જવાનોના સુરક્ષા કવચ વચ્ચે અનુષ્ઠાન
– અયોધ્યા, કાશી, દક્ષિણ ભારતના 108 આચાર્યો દ્વારા અનુષ્ઠાન, છ હજારથી વધુ મહેમાનો હાજર રહેવાની શક્યતા
– સોમવારે ભાગવત, યોગી આદિત્યનાથ મંદિરે પહોચ્યા
– અયોધ્યાના સપાના સાંસદ અવધેશને આમંત્રણ નહીં
અયોધ્યા : ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પૂર્વે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો, હવે આ રામ મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણરીતે પૂર્ણ થઇ ગયું છે તેથી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાની જેમ ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.
