
ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઈયુની તૈયારી
દુર્લભ ખનીજો માટે લાઈસન્સની પ્રક્રિયામાં ચીનને સંવેદનશીલ માહિતી આપવી પડે છે : સેર્જોન
બ્રસેલ્સ: સમગ્ર દુનિયામાં રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનીજો પર સૌથી વધુ પકડ ચીનની છે. આ જ કારણે ચીન યુરોપીયન યુનિયન અને અમેરિકાને તેનો સપ્લાય અટકાવી દેવાની ધમકી આપતો રહે છે. આવા સંજોગોમાં યુરોપીયન યુનિયને મંગળવારે દુર્લભ ખનીજો પર ચીનના પ્રતિબંધને કૌભાંડ ગણાવ્યું છે.
