અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 9 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનના પ્રવાસે છે. ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના વડપણ હેઠળ આ પ્રતિનિધિમંડળ રવિવારે લંડનના કેપી સેન્ટર ખાતે ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સ્નેહમિલનમાં જોડાયું હતું. આ સ્નેહમિલનમાં વિશ્વઉમિયાધામના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ આર.પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ, સમાજના સર્વાંગી વિકાસ અને યુવા જાગૃતિ માટે 504 ફૂટ ઊંચા મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2027માં ઉજવવામાં આવશે. તેમણે દરેક પરિવારને ‘મારી ઈંટ મા નાં મંદિરે’ અભિયાનમાં જોડાઈને દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. લંડનના આ સ્નેહમિલનમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરિયા, વેલજીભાઈ વેકરિયા અને સમાજના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ ડી.એન. ગોલ, દિનેશભાઈ પટેલ, શશીભાઈ વેકરિયા અને નરેશભાઈએ પણ પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.
લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું:બ્રિટનમાં 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાન ચલાવવા સંકલ્પ;આર.પી. પટેલ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
