
Pahalgam Terror Attack : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં પહલગામ આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સાજિદ જટ્ટનું નામ આપવામાં આવ્યું છે. એનઆઈએએ આ આતંકવાદી પર રૂપિયા 10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.
તોયબાનો સક્રિય કમાન્ડર સાજિદ જ મુખ્ય ષડયંત્રકાર
એનઆઈએએ ચાર્જશીટમાં સાજિદ જટ્ટને હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે.
