ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં રહેતા અને ‘શ્રી યમુના ટ્રેડર્સ’ નામે ટીમરૂના પાનનો વેપાર કરતાં રૂપેશ પ્રકાશભાઈ જોબનપુત્રાને લોન અપાવવાના બહાને તેમને રૂ 34 લાખથી વધુની છેતરપીંડી કરતાં પોલીસ મથકે સાત સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગોધરામાં રહેતા રૂપેશ જોબનપુત્રાને લોન લેવાની હોવાથી ગોધરાના મનોજ ચેલારામાણી, યોગેશ કિશનચંદ ભમવાણી તથા ટુવા ગામના ભાવિક પટેલે “પ્રાઈવેટ ફાઈનાન્સમાંથી સરળતાથી લોન અપાવવાની” લાલચ આપી તેમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા. ભેજાબાજોએ તેમને વડોદરાની જય અંબે ડેવલોપર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ ખાતે લઇ ગયા હતા.ગોધરાના યોગેશ કિશનચંદ ભમવાણી,મનોજ ચેલારામાણી (ગોધરા), ટુવાનો ભાવિક પટેલ, વડોદરાની વૈશાલી પટેલ, જિગ્નેશ સોની અને ભાવના ભટ્ટ તેમજ રાજકોટના કાળુભાઈ આહીરનાએ 11 ચેક સાથે રોકડ, આરટીજીએસ અને આંગળીયા મારફતે લોન પાસ કરવાના 34 લાખ રૂપિયા આપ્યા હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. રૂપેશ જોબનપુત્રાએ લોનની રકમ ના આવતા આપેલા નાણા પરત માંગતા ભેજાબાજોએ ધમકી આપીને સમાધાન કરવા દબાણ કરતા હતા.જે બાદ તેઓને વડોદરા લઈ જવામાં આવ્યા હતા.જ્યાં નોટરી દસ્તાવેજ પર જબરજસ્તીથી સહી લેવડાવવામાં આવી હોવાનું જોબનપુત્રાનું કહેવું છે. યોગેશે તેમના પાસેથી વધુ 6 લાખની માંગણી કરી અને ચેક વટાવતા તે રીટર્ન થયેલ બાદ ગોધરા કોર્ટમાં નેગો એક્ટ મુજબ કેસ નોંધાવ્યો હતો.જેથી ગોધરા ખાતે પોલીસ મથકે લોન અપાવવાના નામે વિશ્વાસઘાત, છેતરપીંડી, દબાણ, ધમકીઓ અને નોટરી પર બળજબરીપૂર્વક સહી કરાવ્યાની ફરીયાદ નોંધવામાં આવી હતી.
લોનના નામે વેપારીને ચૂનો ચોપડ્યો:ગોધરાના વેપારી સાથે મિલકત પર લોનનાનામે રૂપિયા 34 લાખની છેતરપિંડી કરી
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
