લોહપુરુષની 150મી જન્મજયંતી નિમિતે પદયાત્રા યોજાઈ:ગાંધીનગર દક્ષિણની સરદાર પટેલની ગૌરવ યાત્રામાં યુવાનો સાથે ચાલીને નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની યાત્રામાં જોડાયા હતા. ભાઈજીપુરાથી કુડાસણ સુધી યોજાયેલી સરદાર પટેલની ગૌરવ યાત્રામાં યુવાનો સાથે ચાલીને નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે હર્ષ સંઘવી જોડાયા
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની યાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રાનો પ્રારંભ પાંચેક વાગે પીડીપીયુ ક્રોસ રોડ (શ્યામ શુકન) પાસેથી થયો હતો. ‘સરદારનું એકતાનું વિઝન આજે પણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ’
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ પદયાત્રીઓ સાથે ચાલીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ યાત્રા સરદાર ચોક, કુડાસણ ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા યુવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધારતા સંઘવીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબનું એકતાનું વિઝન આજે પણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને એકીકરણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં 19 અને 20 નવેમ્બર દરમિયાન પાંચ વિધાનસભા વિસ્તારોમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલોલ વિધાનસભા વિસ્તારમાં પણ નારદીપુરથી ધમાસણા સુધી પદયાત્રા યોજાઈ હતી. આવતીકાલે, 20 નવેમ્બરના રોજ ગાંધીનગર ઉત્તર, દહેગામ અને માણસા વિધાનસભા વિસ્તારોમાં એકસાથે પદયાત્રાનો પ્રારંભ થશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *