
– રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ના 150 વર્ષ પૂરા થવા પ્રસંગે લોકસભામાં 10 કલાક ચર્ચા ચાલી
– સંસદમાં વંદે માતરમ્ની ચર્ચા સરાહનીય પગલું : બંકિમ બાબુના પ્રપૌત્ર, હેડગેવારે સંઘમાં વંદે માતરમ્ને ગાવાનું સ્વીકાર્યું ન હતું
નવી દિલ્હી : રાષ્ટ્રગીત વંદે માતરમ્ની રચનાને ૧૫૦ વર્ષ થયાં તે મુદ્દે સંસદમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોએ વંદે માતરમ્ બાબતે પોત-પોતાના અભિપ્રાયો આપ્યાં હતાં. રાષ્ટ્રગીતના રચયિતા બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું સ્મરણ થયું. વંદે માતરમ્ ગીત પહેલી વખત બંકિમ બાબુની જે નવલકથા આનંદમઠમાં લખાયું હતું એ આનંદમઠનો પણ ઉલ્લેખ થયો.
