વડોદરાઃ શહેરના વડસર વિસ્તારમાં બ્રિજ પાસેથી પસાર થતી રેલવે લાઇનની નજીકમાં આજે બપોરે કચરામાં કોઇ કારણસર આગ લાગી હતી.
આગ કરતાં તેના ધુમાડા વધુ હતા અને તેને કારણ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.રેલવેના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં અડધો કલાકના ગાળામાં આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી.અહીંથી ટ્રેનો વારંવાર પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના થતાં અટકાવાઇ હતી.
આ જ વખતે અહીંથી ઓઇલ ટેન્કવાળી ટ્રેન પસાર થઇ હતી.
