
Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકામાં યોજાયેલા ધાર્મિક પ્રદર્શનના ભાગરૂપે કોલંબોના ગંગારામાયા મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. તા.11 સુધી ચાલેલા પ્રદર્શનમાં આ અસ્થિના 12 લાખ જેટલા ભાવિકોએ દર્શન કર્યા હતા.
