
Cyber Slavery Racket Exposed in Vadodara: વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવતી એક મહિલા ઝડપાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCoE)ની ટીમે વડોદરાના ઉંડેરા, ગોરવા વિસ્તારમાંથી આ રેકેટમાં સબ-એજન્ટ તરીકે કામ કરતી મુખ્ય આરોપી પાયલ ચૌહાણની ધરપકડ કરી છે. આ મહિલા સાયબર સ્લેવરીની ગેંગમાં એક્ટિવ હતી અને ગુજરાતના યુવાનોને ઊંચા પગારની નોકરીની લાલચ આપીને પાકિસ્તાની એજન્ટોના સપોર્ટથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને ‘સાયબર સ્લેવરી’ અને માનવ તસ્કરીનું જટિલ રેકેટ ચલાવતી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
પકડાયેલી મહિલા આરોપી પાયલ ચૌહાણનું મુખ્ય કામ ગુજરાતના નાગરિકોને વિદેશમાં ડેટા એન્ટ્રી જેવી નોકરીઓની લાલચ આપીને તેમની ટિકિટ બુક કરાવવાનું હતું.
